લંડનઃ ડ્રાઇવિંગ ટેસ્ટમાં લાંબા વેઇટિંગ લિસ્ટને ઘટાડવા માટે હવે ફક્ત લર્નર ડ્રાઇવર જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બુકિંગ કરાવી શકશે. સરકાર વધુ કિંમત વસૂલીને ડ્રાઇવિંગ ટેસ્ટ સ્લોટ બુક કરવાના દુષણને અટકાવવા ઇચ્છે છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હાઇડી એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે, સ્લોટનું પુનઃવેચાણ કરતી થર્ડ પાર્ટીઓને નિયંત્રિત કરીને જનતાનું શોષણ થતું અટકાવાશે. જોકે સમર 2026 પહેલાં વેઇટિંગ લિસ્ટ 7 સપ્તાહ સુધી ઘટાડી શકાશે નહીં. હાલ સરેરાશ વેઇટિંગ ટાઇમ 21.8 સપ્તાહનો છે.
અત્યારે ઇન્સ્ટ્રક્ટર તેમના વિદ્યાર્થી વતી ડ્રાઇવિંગ ટેસ્ટ બુક કરાવી શકે છે પરંતુ હવે તેના પર પ્રતિબંધ લદાશે. એક વાહનચાલક કેટલી વાર ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકે તેના પર પણ મર્યાદા લદાશે. સરકાર બેકલોગ ઘટાડવા માટે સંરક્ષણ મંત્રાલયના 36 નિષ્ણાતોની મદદ લેશે. જોકે તેઓ લશ્કરી નહીં પરંતુ નાગરિક કર્મચારીઓ હશે.


