હવે વર્ક ફ્રોમ હોમ પણ મોંધુદાટ બની જશે

ઘેર બેઠા કામ કરવાના કારણે વર્ષે વીજબિલમાં વધારાના 1500 પાઉન્ડ ઢીલા કરવા પડશે

Wednesday 31st August 2022 05:33 EDT
 
 

લંડન

બ્રિટનમાં હવે વર્ક ફ્રોમ હોમ મોંઘુ થવાનું છે. સરકાર દ્વારા એનર્જી પ્રાઇસ કેપમાં 80 ટકા જેટલો વધારો કરાતાં વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓના વીજળીના બિલમાં વાર્ષિક 2500 પાઉન્ડનો વધારો થઇ શકે છે. પ્રાઇસ કેપમાં વધારા સાથે ઘેરથી જ કામ કરતા કર્મચારીઓના વીજળી બિલ જાન્યુઆરીમાં 789 પાઉન્ડ પર પહોંચશે જ્યારે ઓફિસ જઇને કામ કરતા કર્મચારીઓના ઘરના વીજળીના બિલ 580 પાઉન્ડ થશે. તેનો અર્થ એ કે ઘેર બેઠા કામ કરવાના કારણે વીજળીના બિલમાં માસિક 209 પાઉન્ડ અને વાર્ષિક 2508 પાઉન્ડનો વધારો થશે. રિમોટ વર્કિંગ કરનારા કર્મચારીઓના વીજળી બિલમાં પ્રતિ માસ 131 પાઉન્ડનો વધારો થશે. એક રિસર્ચ પ્રમાણે અત્યારે સરેરાશ બ્રિટિશ કર્મચારી સપ્તાહના દોઢ દિવસ જ ઓફિસમાં હાજરી આપે છે . બ્રિટનની કચેરીઓમાં સરેરાશ હાજરી 29 ટકા રહે છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના આંકડા અનુસાર જુલાઇ મહિનામાં 37 ટકા પ્રોફેશનલ્સ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં હતાં. કોરોના મહામારી પહેલાં લંડનમાં ફક્ત 14 ટકા કર્મચારી જ ઘેરથી કામ કરતા હતા.રિમોટ વર્કર્સને સપ્તાહના પાંચ દિવસ ઓફિસમાં જઇ કામ કરતા કર્મચારી કરતાં શિયાળામાં 75 ટકા વધુ ગેસ અને 25 ટકા વધુ વીજળીનો વપરાશ કરવો પડે છે.

સરવેમાં જણાવવામાં આવ્યું છે કે ઘેર બેઠા કામ કરવાના કારણે વીજળીના બિલમાં સેંકડો પાઉન્ડનો વધારો થઇ શકે છે. દિવસમાં 3 વાર કિટલી ગરમ કરવાના કારણે મહિને 8 પાઉન્ડનો વધારો થશે. દિવસના 8 કલાક ડેસ્કટોપ ચલાવવાથી વીજળી બિલમાં 36 પાઉન્ડ વધી જશે. લંચ તૈયાર કરવાને માટે મહિને 23.42 પાઉન્ડ વધારાના ઢીલા કરવા પડશે. જેની સામે કારમાં ઓફિસ જવાના કારણે સરેરાશ 1006 પાઉન્ડ પ્રતિ વર્ષનો ખર્ચ થતો હોય છે. બ્રિટનમાં એક સરેરાશ કાર પ્રતિ ગેલન 38.8 માઇલની એવરેજ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter