હવે વિદેશમાં બેઠેલા ડોક્ટર બ્રિટનમાં દર્દીઓને વર્ચ્યુઅલી સારવાર આપશે

સર્જરીમાં સપોર્ટ કરવા વિદેશી ડોક્ટરોની નિયુક્તિ કરવા સરકારની યોજના

Tuesday 10th February 2026 09:22 EST
 
 

લંડનઃ એનએચએસ હવે વિદેશમાં બેઠેલા ડોક્ટરોને વર્ચ્યુઅલી યુકેમાં સારવારની પરવાનગી આપી રહી છે. એનએચએસના ફ્રી અપ જીપી પ્લાન અંતર્ગત ઓસ્ટ્રેલિયા, ભારત અને મલેશિયા સહિતના દેશોમાં સ્થિત ડોક્ટરો દ્વારા બ્રિટનમાં દર્દીઓને સારવાર અપાશે. આરોગ્ય સત્તાવાળાઓ પ્રોડક્ટિવિટીમાં વધારો કરવા બ્રિટનમાં સર્જરીમાં સપોર્ટ કરવા માટે વિદેશી ડોક્ટરોની નિયુક્તિ કરવા ઇચ્છે છે.

તેનો અર્થ એ થયો કે હવે વિદેશમાં બેઠેલા ડોક્ટરો કોમ્પ્યુટર અથવા ફોનના માધ્યમથી દર્દીઓને સારવાર આપશે. તેવી જ રીતે વિદેશ ગયેલા બ્રિટિશ ડોક્ટર પણ વિશ્વના કોઇપણ ખૂણામાંથી એનએચએસ માટે કામ કરી શકશે.

જોકે આ યોજનાના ટીકાકારો કહે છે કે આ લોકોના આરોગ્ય માટે વિદેશોમાં કોલ સેન્ટર ખોલવા જેવું છે. હજારો માઇલ દૂર બેઠેલા ડોક્ટર દ્વારા દર્દીની સારવાર કરવી જોઇએ નહીં.

એનએચએસે એસ્ટરિક્સ હેલ્થ નામે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં વિશ્વભરના ડોક્ટરોન એનએચએસમાં નોકરીના વચનો આપવામાં આવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter