લંડનઃ બ્રિટનના શાહી પરિવારના ભાગલાનો વિવાદ વધતો જઈ રહ્યો છે. હવે બંને વહુઓમાં ઘરેણાં પર અધિકારને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ એ ઘરેણાંનો છે જે મહારાણી એલિઝાબેથે દિવંગત પ્રિન્સેસ ડાયેનાને આપ્યા હતા. મહારાણી એલિઝાબેથે આ શાહી ઘરેણાં પહેરતાં નાની વહુ મેગન મર્કેલને અટકાવી હતી.
ડાયના બાદ એ ઘરેણાંને પહેરવાનો અધિકાર પ્રિન્સ વિલયમની પત્ની અને ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટનને મળ્યો હતો. આ ઘરેણાં પર શાહી પરિવારની નાની વહુ અને પ્રિન્સ હેરીની પત્ની મેગલ મર્કેલ પણ દાવો કરી રહી છે. આ દાવાને મહારાણી એલિઝાબેથે ફગાવી દીધો હતો. મહારાણીએ કહ્યું કે આ જ્વેલરી શાહી પરિવારને ૧૮૯૩માં ભેટમાં મળી હતી. ૧૯૩૨માં તેને મહારાણીના લગ્ન પર ભેટમાં અપાઈ હતી.

