હાઇ કમિશનનો નવતર પ્રયોગ, વિવિધ ભારતીય ભાષામાં નવા વર્ષની શુભેચ્છા પાઠવી

દક્ષિણ ભારતીય દોરાઇસ્વામીએ અસમિયામાં શુભેચ્છા આપી

Wednesday 03rd January 2024 08:37 EST
 
 

લંડનઃ યુકે સ્થિત ભારતીય હાઇ કમિશને આ વખતે નવીન રીતે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. એક્સ પર જારી કરેલા વીડિયોમાં હાઇ કમિશને ભારતની વૈવિધ્યતાપુર્ણ સંસ્કૃતિને ઉજાગર કરતાં વિવિધ માતૃભાષાઓમાં નવા વર્ષની શુભચ્છા પાઠવી છે જેમાં ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં અને આ પહેલ પાછળના ઉદ્દેશ્યને ઉજાગર કરતાં દ્રશ્યમાન થાય છે.

નવા વર્ષની શુભેચ્છા પાઠવતા દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે હું અને મારા સહયોગીઓ ભારતની વિવિધ ભાષાઓમં રજૂઆત કરવા ઇચ્છતા હતા. અમે દરેક ભારતીયને તેની માતૃભાષામાં નવા વર્ષની શુભેચ્છા પાઠવવા ઇચ્છતા હતા. તેથી આ વર્ષે અમે આ દિશામાં પહેલ કરી છે. અમે ભારતની અલગ અલગ ભાષાઓમાં શુભેચ્છા પાઠવીને ભારતની વૈવિધ્યતાપુર્ણ સંસ્કૃતિ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

આ વીડિયોમાં ભારતીય મિશનના અધિકારીઓ પોતાની માતૃભાષા સિવાયની ભારતીય ભાષામાં નવા વર્ષની શુભેચ્છા આપતા જણાય છે. સૌથી પહેલા દોરાઇસ્વામીએ દક્ષિણ ભારતીય હોવા છતાં અસમિયા ભાષામાં શુભેચ્છા પાઠવી હતી.

ભારતીય હાઇ કમિશનના આ પ્રયાસને યુકેના ભારતીય સમુદાયે વધાવી લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter