લંડનઃ પંજાબ નેશનલ બેંકની બ્રિટનસ્થિત પેટા કંપની દ્વારા બ્રિટનની હાઈ કોર્ટમાં દાખલ કરાયેલા ૪.૫ કરોડ ડોલર નુકસાની દાવાની અપીલ ફગાવી દેવાઈ છે. પીએનબીની પેટા કંપનીએ ભારત અને અમેરિકા સ્થિત સાત વ્યક્તિ અને બે કંપની સામે નુકસાનીનો દાવો દાખલ કર્યો હતો.
લંડનસ્થિત પંજાબ નેશનલ બેંક ઈન્ટરનેશનલ લિમિટેડે માર્ચ ૨૦૧૧થી ડિસેમ્બર ૨૦૧૪ના ગાળામાં આઠ લોન આપી હતી. બ્રિટનસ્થિત કાયદાકીય કંપની ઝાઈવાલા એન્ડ કંપનીએ રવિ શ્રીનિવાસન, ત્રિસે રિસોર્સિસ, વથસાલા રંગનાથ, પેસ્કો બીમ, એન્વાયરોમેન્ટલ સોલ્યુશન, પેસ્કો બીમ એન્વાયરોન્ટલ સોલ્યુશન પ્રા. લિ., અનંતરામન શંકર, લુક સ્ટેન્ગલ અને અનંતરામ સુબ્રમણ્યમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઝાઈવાલા એન્ડ કંપનીના પાર્ટનર કાર્તિક મિત્તલે નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસમાં પીએનબીનો બે વખત પરાજ્ય થયો છે.