હાઇ સ્ટ્રીટ પર સપાટોઃ એક મહિનામાં 920થી વધુ ગેરકાયદેસર કામદારોની ધરપકડ

મિલિયનો પાઉન્ડના ગેરકાયદેસર ઉત્પાદનો જપ્ત, 450થી વધુ બિઝનેસ સામે તપાસના આદેશ

Tuesday 11th November 2025 10:08 EST
 

લંડનઃ મિની માર્ટ્સ, વેપ શોપ્સ, બાર્બર શોપ્સ અને ટેક-અવે સહિતની હાઇ સ્ટ્રીટ પ્રિમાઇસિસ પર નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા પડાયેલા દરોડામાં ગેરકાયદેસર કામ કરી રહેલા 920 કરતાં વધુ લોકોની ધરપકડ કરાઇ છે. ગેરકાયદેસર કામદાર રાખવા અને પ્રિમાઇસિસ ભાડે આપવાના મુદ્દે સત્તાવાળાઓ દ્વારા 340 કરતાં વધુ નોટિસ જારી કરાઇ હતી જેના પગલે બિઝનેસો અને લેન્ડ લોર્ડ્સને લાખો પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

છેલ્લા એક મહિનામાં નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા 2734 હાઇ સ્ટ્રીટ પ્રિમાઇસિસ પર પડાયેલા દરોડામાં મિલિયનો પાઉન્ડની ગેરકાયદેસર તમાકુ, વેપ્સ, સહિતની ગેરકાયદેસર વસ્તુઓ જપ્ત કરાઇ હતી. દરોડામા 2.5 મિલિયન પાઉન્ડ રોકડા અને 70 કિલોગ્રામ ગાંજો પણ મળી આવ્યો હતો. ગેરકાયદેસર તમાકુ દ્વારા 3.5 મિલિયન પાઉન્ડની ડ્યુટી ચોરી કરાઇ હતી. 450 કરતાં વધુ રજિસ્ટર્ડ બિઝનેસની વધુ તપાસ માટે આદેશ અપાયા છે.

એનસીએના જણાવ્યા અનુસાર લાખો પાઉન્ડની નુકસાનકારક અને ગેરકાયદેસર પ્રોડક્ટ્સ હાઇ સ્ટ્રીટ પરથી દૂર કરાઇ છે, બેન્ક ખાતાઓમાં 10 મિલિયન પાઉન્ડ કરતાં વધુની રકમ ફ્રિઝ કરાઇ છે અને સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter