હાઇ સ્ટ્રીટ્સમાં નવો પ્રાણ ફૂંકવા 210 મિલિયન પાઉન્ડના પેકેજની જાહેરાત

જર્જરિત ઇમારતોના કાયાકલ્પ માટે 125 મિલિયન પાઉન્ડનું ડેરેલિક્ટ બિલ્ડિંગ્સ ફંડ

Tuesday 29th September 2026 10:37 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન એન્ડી બર્નહામે સ્થાનિક હાઇ સ્ટ્રીટ્સમાં નવો પ્રાણ ફૂંકવાના હેતુથી 210 મિલિયન પાઉન્ડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આ જાહેરાત બર્નહામના નેતૃત્વ હેઠળની પ્રથમ લેબર પાર્ટી કોન્ફરન્સ પહેલાં કરવામાં આવી છે. આ પ્લાન સમગ્ર ઇંગ્લેન્ડમાં ખાલી પડેલા શોપિંગ સેન્ટરો, બંધ પડેલા સિનેમાઘરો અને ઉપેક્ષિત સ્થાનિક મિલકતોના કાયાકલ્પ માટે તૈયાર કરવામાં આવ્યો છે.

બર્નહામે જણાવ્યું હતું કે, હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્નમેન્ટ મંત્રાલય દ્વારા જર્જરિત ઇમારતોના કાયાકલ્પ માટે 125 મિલિયન પાઉન્ડનું ડેરેલિક્ટ બિલ્ડિંગ્સ ફંડ ફાળવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, 85 મિલિયન પાઉન્ડનું વધારાનું ફંડ સ્થાનિક સમુદાયોને ઉપેક્ષિત પબ, ક્લબ અને દુકાનોનો કબજો મેળવવામાં મદદ કરશે. જોખમમાં મુકાયેલા વ્યવસાયો અને ઇમારતોને બંધ થતાં અટકાવવા માટે વધારાના 65 મિલિયન પાઉન્ડ ફાળવવામાં આવ્યા છે. ખાલી પડેલી મિલકતો ભાડે આપવા માટે મદદરૂપ થવા વધુ 20 મિલિયન પાઉન્ડની રકમ ઉમેરવામાં આવી છે.

હિલિંગડનમાં ભાડામાં બમણા વધારા સામે લોકલ બિઝનેસો દ્વારા ઉગ્ર વિરોધ

હિલિંગડન કાઉન્સિલ દ્વારા ભાડામાં બમણો વધારો કરવાના નિર્ણય સામે લોકલ બિઝનેસોએ ઉગ્ર વિરોધ નોંધાવતા કાઉન્સિલની બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. કાઉન્સિલે દુકાનોના ભાડામાં 100 ટકાથી વધુનો વધારો કર્યો છે, જેના કારણે અનેક દુકાનો બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સિવિક સેન્ટર બહાર વિરોધ પ્રદર્શન બાદ રહેવાસીઓ કાઉન્સિલની બેઠકમાં પણ હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter