લંડન
બ્રિટિશ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સના પ્રથમ મહિલા સ્પીકર બેટ્ટી બૂથરોઇડનું 93 વર્ષની વયે નિધન થયું છે. તેમણે હાઉસ ઓફ કોમન્સના સ્પીકર તરીકે વર્ષ 1992થી વર્ષ 2000 સુધી ફરજ બજાવી હતી. 2001થી તેમણે હાઉસ ઓફ લોર્ડ્સમાં બેરોનેસ તરીકે સેવા આપી હતી. હાઉસ ઓફ કોમન્સના હાલના સ્પીકર સર લેન્ડસે હોયલેએ બેટ્ટીને પ્રેરણાદાયી મહિલા ગણાવતા જણાવ્યું હતું કે, તેમની કાર્યશૈલી બિનઉપદ્રવી હતી. તેઓ 1973થી 2000 સુધી વેસ્ટ બ્રોમવિક બેઠક પરથી લેબર સાંસદ તરીકે ચૂંટાતા રહ્યાં હતાં. બેટ્ટીના માનમાં હાઉસ ઓફ કોમન્સમાં એક મિનિટનું મૌન પળાયું હતું. મંગળવારે સાંસદોએ બેટ્ટીને વિધિવત શ્રદ્ધાંજલિઓ આપી હતી. પૂર્વ લેબર વડાપ્રધાન ટોની બ્લેરે જણાવ્યું હતું કે, બેટ્ટીએ સ્પીકર તરીકેની ભૂમિકા અદ્દભૂત રીતે નિભાવી હતી. તે અત્યંત દયાળુ અને ઉદાર વ્યક્તિત્વ ધરાવતાં હતાં.


