લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સના મુખ્ય પ્રવેશદ્વાર માટે 10 મિલિયન પાઉન્ડના ખર્ચે તૈયાર કરાયેલો દરવાજો ખોટકાઇ ગયો છે. આ પ્રોજેક્ટને સફેદ હાથી સમાન ગણાવવામાં આવી રહ્યો છે. દરવાજામાં રહેલી ટેકનિકલ ખામીના કારણે તેને ખોલવા માટેનું બટન દબાવવા એક કર્મચારીને સતત ત્યાં તહેનાત રાખવો પડે છે. એવું પણ સામે આવ્યું હતું કે, આ દરવાજો તૈયાર કરવાનું ઓરિજિનલ બજેટ 6.1 મિલિયન પાઉન્ડ હતું પરંતુ તેની પાછળનો ખર્ચ 60 ટકા વધીને 10 મિલિયન પાઉન્ડ થઇ ગયો હતો. કદાચને આ વિશ્વનો સૌથી મોંઘો દરવાજો બની ગયો છે.