હાનિકારક કન્ટેન્ટ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જવાબદાર ગણાશે

બ્રિટિશ સંસદે ઓનલાઇન સુરક્ષા ખરડો પસાર કર્યો

Tuesday 26th September 2023 15:30 EDT
 

લંડનઃ બ્રિટનની સંસદે ઓનલાઇન સુરક્ષા ખરડા પર મંજૂરીની મહોર મારી દીધી છે. . કિંગ્સ ચાર્લ્સના હસ્તાક્ષર થયા પછી એ કાયદો બની જશે. સોશિયલ મીડિયા કંપનીઓને પોતાનાં પ્લેટફોર્મ પર યુઝર્સની સુરક્ષા માટે વધારે જવાબદાર બનાવવાનો આ વિધેયકનો હેતુ છે. આનાથી કંપનીઓએ ગેરકાયદે સામગ્રી દૂર કરવી પડશે અને બાળકો હાનિકારક કન્ટેન્ટથી દૂર રહેશે. બાળકો માટે કામ કરતી સંસ્થા એનએસપીસીસી અનુસાર આ બિલ થકી ઓનલાઇન વિશ્વ વધુ સુરક્ષિત થશે.

જોકે ટીકાકારોનો તર્ક છે કે તેનાથી કોને ઓનલાઇન કહી શકાય અને કોને નહીં, એ નક્કી કરવાની નિયામક અને ટેક્ કંપનીઓને છૂટ મળશે. લગભગ 300 પાનાંના વિધેયકમાં નવા નિયમો પણ ઉમેરવામાં આવ્યા છે. તેમાં યુઝર્સની ઉંમરની તપાસ કરીને બાળકોને પોર્નોગ્રાફી સાઇટ્સ જોતાં રોકવા પડશે. ખરડા અંગે કહેવાઈ રહ્યું છે કે એ મેટા, ટિકટોક, ગૂગલ અને એક્સ (જૂનું ટ્વિટર) જેવી મોટી ટેક્ કંપનીઓ પર નિયંત્રણ લાવશે.

હવે બાળ જાતીય શોષણ, નિયંત્રણ કે બળજબરીનો વ્યવહાર, વધુ પડતી જાતીય હિંસા, ગેરકાયદે ઇમિગ્રેશન અને માનવ તસ્કરી, આત્મહત્યાને પ્રોત્સાહન આપતા કે સુવિધા આપવી, જાતને જ નુકસાન પહોંચાડવાને પ્રોત્સાહન, પશુક્રૂરતા, નશીલાં પદાર્શો કે હથિયારો વેચવા તેમજ આતંકવાદને લગતાં કન્ટેન્ટ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે દૂર કરવા જ પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter