લંડનઃ લેન્કેસ્ટરની બ્લેકપુલ હોસ્પિટલમાં હોદ્દાનો દુરુપયોગ કરી મહિલા સહયોગીઓનું જાતીય શોષણ કરવા માટે ભારતીય મૂળના હાર્ટ સર્જન 55 વર્ષીય અમલ બોઝને 6 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ધરપકડ સમયે બોઝે પોલીસને જણાવ્યું હતું કે, હું તો ફક્ત ફ્લર્ટિંગ કરી રહ્યો હતો.
અમલ બોઝ હોસ્પિટલના કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી ડિપાર્ટમેન્ટના વડા હતા ત્યારે 2017થી 2022 વચ્ચે આ ઘટનાઓ બની હતી. એક મહિલાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં તમામ બોઝના વર્તનને સારી રીતે જાણતા હતા તેથી નવા આવનાર કર્મચારીઓને પહેલેથી તે અંગે માહિતી આપી દેવાતી હતી.
બોઝના શોષણનો ભોગ બનેલી મહિલાઓએ કોર્ટને જણાવ્યું હતું કે, સર્જરી પહેલાં ડોક્ટરે અમને બાહોમાં જકડી લીધી હતી. બોઝ ગમે ત્યારે અમારા ખભા પર માથુ મૂકી દેતા હતા. ઓપરેશન થિયેટરમાં પણ બોઝ અમારી સાથએ અભદ્ર વર્તન અને સ્પર્શ કરતા હતા.


