હિંસક ગુના રોકવા ચેરિટીઝને £૨.૯ મિલિયન

Tuesday 01st September 2020 16:12 EDT
 
 

લંડનઃ હોમ ઓફિસ દ્વારા તાજેતરમાં વાયોલન્સ રીડક્શન યુનિટ્સ (VRUs) ની કામગીરીનું નિષ્પક્ષ મૂલ્યાંકન રજૂ કરાયું હતું. તેમાં જણાયું હતું કે પ્રથમ વર્ષમાં યુનિટ્સે હિંસક ગુના તરફ ધકેલાઈ જવાનું જોખમ ધરાવતા યુવાનોને મદદરૂપ થવાની ૧૭૫ યોજના પાછળ નાણાં ખર્ચ્યા હતા.

આમાં સ્કૂલો, કોમ્યુનિટીઝ, જેલ, હોસ્પિટલો, પ્યુપીલ રેફરલ યુનિટ અને પોલીસ કસ્ટડીમાં આ માટેની કામગીરીનો સમાવેશ થતો હતો. સરકારે જાહેરાત કરી હતી કે હિંસા રોકવાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલી સેંકડો અગ્રણી ચેરિટીઝને VRUs વધુ ૨.૯ મિલિયન પાઉન્ડ આપશે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું કે હિંસક ગુના અટકાવવા શક્ય તમામ પગલાં લેવાય તે સુનિશ્ચિત કરવા તેઓ સંકલ્પબદ્ધ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને યુવાનોનું રક્ષણ કરવાનો અને તેમને ગુનેગારોના સકંજામાં જતાં અટકાવવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter