હિંસામાં સંડોવાયેલા લેસ્ટરના સગીર ડ્રગ ડીલર હમદર્દ ખાનને 26 મહિનાની કેદ

Tuesday 24th March 2026 11:24 EDT
 
 

લંડનઃ હિંસાની બે ઘટનામાં ઝડપાયેલા લેસ્ટરના સગીર ડ્રગ ડીલર હમદર્દ ખાનને કેમ્બ્રિજ ક્રાઉન કોર્ટ દ્વારા 26 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. હમદર્દ ખાન પીટરબરોના સેન્ટ્રલ પાર્કમા થયેલી હિંસક જૂથ અથડામણમાં સામેલ હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી વપરાયેલા પાંચ કારતૂસ અને લોક નાઇફ મળી આવ્યાં હતાં. પોલીસે તેના ઘરમાંથી 1310 પાઉન્ડનું હેરોઇન પણ જપ્ત કર્યું હતું. આ ઘટનામાં જામીન પર છૂટ્યા બાદ તેણે પીટરબરોની જિનિવા સ્ટ્રીટમાં એક ગ્રુપ પર હુમલો કર્યો હતો. તેની સાથે રિહામ ખાન નામનો સાથીદાર પણ સામેલ હતો. કોર્ટે રિહામ ખાનને 200 કલાકના અનપેઇડ વર્કની સજા આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter