લંડનઃ લેબેનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને આર્થિક મદદ કરવાના આરોપનો સામનો કરી રહેલા ભારતીય નાગરિક સુંદર નાગરાજનને અમેરિકાને સોંપી દેવા મંજૂરી મળી ગઇ છે. નાગરાજને તેના અમેરિકા ખાતેના પ્રત્યર્પણ અંગે હામી ભરી છે.
ભારતના તામિલનાડુના મદુરાઇ ખાતે જન્મેલો 66 વર્ષીય નાગરાજન નિવૃત્ત એકાઉન્ટન્ટ છે અને 2016થી યુકેમાં વસવાટ કરે છે. તેના પર અમેરિકા દ્વારા મની લોન્ડરિંગ અને આર્થિક પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી હિઝબુલ્લાહને રોકડ રકમ, હીરા, કલાકૃતિઓ, લક્ઝરી સામાન સહિતની સહાય ઉપલબ્ધ કરાવવાનો આરોપ મૂકાયો છે.