હિથ્રો ખાતે ભારતથી મોકલાયેલો એન્ટીબાયોટિક્સનો જથ્થો જપ્ત

Tuesday 26th March 2024 09:55 EDT
 

લંડનઃ યુકેના વેટરનરી મેડિસિન ડિરેક્ટોરેટે હિથ્રો એરપોર્ટ પરથી પ્રાણીઓ માટે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. વીએમડીએ જણાવ્યું હતું કે, આ જથ્થઓ ભારતથી નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના લેન્કેશાયરના એક સરનામા પર કુરિયર દ્વારા મોકલાયો હતો. તેમાં એમોક્સિસિલિન અને પોટાશિયમ ક્લેવુલેનેટની ટેબલેટ્સ હતી. આ જથ્થા અંગે હિથ્રો ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરના ડેપો ખાતે એક કુરિયર કંપની દ્વારા ઓળખી કઢાયો હતો. વીએમડીના ઇન્સ્પેક્ટર દ્વારા આ જથ્થાને જપ્ત કરાયો હતો.

આ દવા પ્રાણીઓમાં ઉપયોગમાં લેવા માટે મોકલાઇ હતી. આ દવાઓ ગ્રેટર બ્રિટન અને નોર્ધન આયર્લેન્ડમાં પ્રતિબંધિત છે. આ દવાની આયાત માટે જરૂરી પરવાનગી લેવામાં આવી નહોતી. રેગ્યુલેશન 25 અંતર્ગત આ દવા જપ્ત કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter