હિથ્રો થર્ડ રન-વે પ્રોજેક્ટ હું પૂરો કરી બતાવીશઃ સુરિન્દર અરોરા

વિસ્તરણ યોજનાને સમર્થનના બર્નહામના ઇનકાર બાદ અરોરાની અપીલ

Tuesday 06th October 2026 10:22 EDT
 
 

લંડનઃ હિથ્રો વિસ્તરણ યોજનાને સમર્થન આપવાનો વડાપ્રધાન એન્ડી બર્નહામે ઇનકાર કરી દીધા બાદ બિઝનેસ ટાયકૂન સુરિન્દર અરોરાએ વર્ષ 2035 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી આપવાનો સંકલ્પ દોહરાવ્યો છે. હિથ્રો એરપોર્ટે ત્રીજા રન-વેનું કામ વર્ષ 2039 સુધી વિલંબિત કર્યા બાદ અરોરા દ્વારા પોતાની કિફાયતી દરખાસ્તને મંજૂરીની અપીલ કરવામાં આવી છે. અરોરાના જણાવ્યા અનુસાર તેમની યોજના વ્યવહારુ, આર્થિક રીતે પરવડે તેવી અને સરકારી સમયમર્યાદા તેમજ એરલાઇન્સની જરૂરિયાતોને અનુકૂળ છે.

બીજી તરફ હિથ્રો એરપોર્ટના ત્રીજા રનવેના નિર્માણમાં ચાર વર્ષનો વિલંબ થયો છે. તેનો અર્થ એ છે કે હવે આ પ્રોજેક્ટ 2039 સુધી કાર્યરત થઈ શકશે નહીં. એરપોર્ટ અગ્રણીઓએ સ્પષ્ટ કર્યું છે કે 49 બિલિયન પાઉન્ડના આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અગાઉ નક્કી કરવામાં આવેલી 2035ની સમયમર્યાદા જાળવવી હવે શક્ય નથી.

હિથ્રોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પ્રશાસન હાલ 2029 સુધીમાં તમામ જરૂરી પ્લાનિંગ મંજૂરીઓ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મંજૂરી મળ્યા બાદ આગામી એક દાયકામાં રનવે કામગીરી માટે ખુલ્લો મૂકવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter