લંડનઃ હિથ્રો એરપોર્ટ ખાતે ફરજ બજાવતા બોર્ડર ફોર્સના સેંકડો કર્મચારીઓ 29 એપ્રિલથી બીજી મે સુધી હડતાળ પર જશે. હિથ્રો એરપોર્ટના ટર્મિનલ 2,3,4 અને 5 પર ફરજ બજાવતા 300 કર્મચારી આ હડતાળમાં જોડાશે. યુનિયનના જણાવ્યા અનુસાર નવા રોસ્ટર પ્લાનના કારણે 250 કર્મચારીઓની નોકરી પર સંકટ સર્જાયું છે. જેની સામે કર્મચારીઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

