લંડનઃ ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર એલેક્સ એલિસ હિન્દી ફિલ્મોના ચાહક બની ગયા છે. તેમણે જણાવ્યું હતું કે, મેં કેટલીક હિન્દી ફિલ્મ જોઇ છે અને વધુ ફિલ્મ જોવા ઇચ્છુ છું. તેમણે લોકો પાસે કઇ હિન્દી ફિલ્મ જોવાલાયક છે તે અંગેનો અભિપ્રાય પણ માગ્યો છે અને પોતે જોએલી ફિલ્મોની માહિતી પણ સોશિયલ મીડિયા પર આપી હતી.
એક્સ પર કરેલી પોસ્ટમાં એલિસે જણાવ્યું હતું કે, શોલે અને ગેંગ્સ ઓફ વાસેપુર જોયા બાદ હવે મારે કઇ ફિલ્મ જોવી જોઇએ. હા મેં લગાન પણ જોઇ છે પરંતુ તેના અંગે કંઇ કહેવા માગતો નથી. તાજેતરમાં મેં જાને જાન પણ જોઇ છે.
એલેક્સ એલિસેને જનતા દ્વારા ભલામણ કરાયેલ હિન્દી ફિલ્મો
મધર ઇન્ડિયા – કાગઝ કે ફૂલ – દીવાર – ચક દે ઇન્ડિયા – પ્યાસા – ચૌદવી કા ચાંદ – ઉમરાવ જાન – સિલસિલા – કભી કભી – સાહિબ બીબી ઔર ગુલામ – પાકીઝા – આનંદ – સ્વદેશ – જો જીતા વોહી સિકંદર – સંઘર્ષ – દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે – જાને ભી દો યારો – અંગૂર – મુગલે આઝમ – દેવદાસ – ગંગા જમુના – કાલા પથ્થર...


