લંડનઃ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનોએ બ્રિટિશ લેબર સાંસદ રૂપા હકની ઢાકા પ્રવાસ દરમિયાન હિન્દુ અને અન્ય લઘુમતી સમુદાયો સાથે મુલાકાત નહીં કરવા અથવા તો તાજેતરની હિંસાનો ભોગ બનેલા સ્થળો અને પરિવારોની મુલાકાત નહીં કરવા માટે આકરી ટીકા કરવામાં આવી છે.
બેંગાલી હિન્દુ આદર્શ સંઘ યુકે બ્રિટનમાં બંગાળી હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંગઠનને બાંગ્લાદેશ હિન્દુ બુદ્ધિસ્ટ ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સિલ, બાંગ્લાદેશ યૂથ યુનિટી કાઉન્સિલ, બાંગ્લાદેશ યુનાઇટેડ સનાતની અવેકનિંગ એલાયન્સ અને સમ્મિલિતા સનાતન પરિષદ તરફથી રૂપા હકની આકરી ટીકા કરતા પત્રો પ્રાપ્ત થયાં છે.
પોતાની ટીકાનો સોશિયલ મીડિયા પર જવાબ આપતા લેબર સાંસદે જણાવ્યું હતું કે, મેં બાંગ્લાદેશમાં શું કર્યું તેની તેમને શું ખબર છે. રૂપા હક તાજેતરમાં જ બાંગ્લાદેશથી પરત ફર્યા છે. તેઓ ત્યાં યુકે બાંગ્લાદેશ કેટાલિસ્ટ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત વેપાર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા.


