લંડનઃ વિશ્વની સૌથી નામાંકિત યુ.કે.માં આવેલી યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ સાથે એમ.એસ. યુનિવર્સિટી દ્વારા હિન્દુ અધ્યયનનાં ક્ષેત્રોમાં કામગીરી માટે કરાર કરવામાં આવ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આવેલા ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ હિન્દુ સંસ્કૃતિ, સમાજ, ફિલોસોફી, ધર્મો અને ભાષાઓના અભ્યાસ માટેની એકેડેમી છે, તેની સાથે એમ.એસ. યુનિવર્સિટીએ અધ્યયન માટે કરારો કર્યા છે.તાજેતરમાં જ એમ.એસ. યુનિવર્સિટીના વી.સી. વિજય શ્રીવાસ્તવ તથા ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર ડો. ધનેશ પટેલે યુનાઇટેડ કિંગડમની મુલાકાત લીધી હતી, જ્યાં ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ સાથે હિન્દુ અધ્યયનનાં ક્ષેત્રોમાં મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ પર એમ.એસ. યુનિવર્સિટીના વીસીએ હસ્તાક્ષર કર્યા હતા. ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર ડો. ધનેશ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ કરાર હેઠળ બંને યુનિવર્સિટી હિન્દુ અધ્યયન ક્ષેત્રે કામગીરી કરશે.


