હિન્દુઓની સરેરાશ ઉંમર 32થી વધીને 37 વર્ષ થઇ, ખ્રિસ્તીઓની સરેરાશ ઉંમર 45થી વધીને 51 વર્ષ

બ્રિટનમાં સૌથી વૃદ્ધ સમુદાય ખ્રિસ્તીઓ, મુસ્લિમો સૌથી યુવા સમુદાય, યહૂદીઓની સરેરાશ ઉંમર 41 વર્ષ પર યથાવત, દેશમાં નાસ્તિકો બહુમતીમાં

Wednesday 01st February 2023 06:00 EST
 
 

લંડન

દેશમાં વિવિધ ધર્મના અનુયાયીઓની સરેરાશ ઉંમરમાં વધારો થયો છે. તાજેતરની વસતી ગણતરી અનુસાર બ્રિટનમાં ખ્રિસ્તીઓની સરેરાશ ઉંમર વધીને 51 વર્ષ પર પહોંચી છે. 2011માં થયેલી વસતી ગણતરી અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ખ્રિસ્તીઓની સરેરાશ ઉંમર 45 વર્ષ હતી. મુસ્લિમોની સરેરાશ ઉંમર 27 વર્ષ નોંધાઇ છે. આમ બ્રિટનમાં સૌથી યુવાન સમુદાય મુસ્લિમોનો છે જ્યારે સૌથી વૃદ્ધ સમુદાયમાં ખ્રિસ્તીઓ આવે છે. છેલ્લા એક દાયકામાં હિન્દુઓની સરેરાશ ઉંમર 32 વર્ષથી વધીને 37 વર્ષ, શિખોની સરેરાશ ઉંમર 32 વર્ષથી વધીને 37 વર્ષ, બૌદ્ધોની સરેરાશ ઉંમર 37થી વધીને 43 વર્ષ થઇ છે. જ્યારે યહૂદીઓની સરેરાશ ઉંમર 41 વર્ષ પર યથાવત રહી છે.

આ વસતી ગણતરીમાં પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવનારા 29 ટકાની ઉંમર 65 વર્ષથી વધુ છે. એક દાયકા પહેલાં 65 વર્ષથી વધુના ખ્રિસ્તીઓની વસતી 22.3 ટકા હતી. જ્યારે 21થી 25 વર્ષના ખ્રિસ્તીઓની ઉંમર 5.1 ટકાથી ઘટીને 3.9 ટકા પર આવી ગઇ છે.

પોતે કોઇ ધર્મને અનુસરતા નથી તેવું કહેનારા 8.8 ટકા લોકો 65 વર્ષથી વધુના છે. 22થી 30 વર્ષ વચ્ચેના નાસ્તિકોની સંખ્યા 50 ટકા કરતાં વધુ છે. 65 વર્ષથી નાના 25 મિલિયન લોકો કહે છે કે તેઓ કોઇ ધર્મનું પાલન કરતાં નથી. 2011માં 65 વર્ષથી નાના 25.85 મિલિયન લોકોએ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter