હિન્દુજા ગ્રુપનું સુકાન હવે કોણ સંભાળશે.....?

હિન્દુજા બંધુઓ અને શ્રીચંદની પુત્રીઓ વચ્ચેના યુદ્ધવિરામનો છેદ ઊડી જશે?

Tuesday 23rd May 2023 13:14 EDT
 
 

લંડનઃ શ્રીચંદ હિન્દુજા દાયકાઓથી પરિવારના મહાકાય બિઝનેસ એમ્પાયરનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમના નિધન બાદ હવે સવાલ ઊભો થયો છે કે હિન્દુજા ગ્રુપનું સુકાન કોણ સંભાળશે. તાજેતરના વર્ષોમાં પરિવારમાં ઇન્વેસ્ટમેન્ટ પર નિયંત્રણ મેળવવા માટે ચાલી રહેલી કાયદાકીય લડાઇઓ બાદ ચિંતા સેવાઇ રહી છે કે ક્યાંક આ ગ્રુપના ઊભા ફાડિયા તો નહીં થઇ જાય ને....

શ્રીચંદ બાદ 83 વર્ષીય ગોપીચંદ હિન્દુજા પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય છે જેમના હાથમાં ગ્રુપની કમાન જઇ શકે છે પરંતુ ગોપીચંદ અને તેમના ભાઇઓ પ્રકાશ અને અશોક હિન્દુજા છેલ્લા 3 વર્ષથી શ્રીચંદ અને તેમની પુત્રી વિનુ વચ્ચે કાયદાકીય ઘમસાણ ચાલી રહ્યું હતું. હજુ નવેમ્બર 2022માં જ પરિવારમાં સત્તાની લડાઇમાં યુદ્ધવિરામ થયો છે પરંતુ હજુ વિવાદનો ચરૂ અંદરખાને ઉકળી જ રહ્યો છે.

હિન્દુજા ગ્રુપની કુલ સંપત્તિ 14 બિલિયન ડોલર હોવાનું મનાય છે. ડેવિડ હોકિન્સના જણાવ્યા અનુસાર શ્રીચંદ હિન્દુજાના નિધનને પગલે પરિવારમાં તાજેતરમાં થયેલા સમાધાનનો લિટમસ ટેસ્ટ થશે. 3 દાયકા પહેલાં શ્રીચંદ હિન્દુજાએ સ્વીસ બેન્કની સ્થાપના કરી હતી અને આ બેન્ક જ પરિવારમાં કાયદાકીય લડાઇનું કારણ બની રહી છે. શ્રીચંદના ભાઇઓ અને શ્રીચંદની પુત્રી અને પૌત્ર વચ્ચે આ બેન્કના મામલે જ ઘમસાણ ચાલી રહ્યું છે. શ્રીચંદની પુત્રી વિનુ હિન્દુજા બેન્કની અધ્યક્ષ અનેપૌત્ર કરમ સીઇઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter