લંડનઃ સ્વચ્છતાના નિયમોના સંખ્યાબંધ ઉલ્લંઘન માટે હિલિંગડન સ્થિત ક્રિશ્ના કેશ એન્ડ કેરી સ્ટોરને 80,000 પાઉન્ડનો દંડ ફટકારાયો છે. ક્રિશ્ના કેશ એન્ડ કેરી નામે સંચાલન કરતી એશિયન આફ્રિકન ફૂડ્સ લિમિટેડ કંપનીને અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા હાઇજિન કન્ડિશનના ઉલ્લંઘન માટે દોષી ઠેરવાઇ હતી. કંપની દ્વારા બિનઆરોગ્યપ્રદ રીતે ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરાતો હોવાની ગ્રાહકોની ફરિયાદ બાદ કાઉન્સિલની સેફ્ટી ટીમે કંપની પર દરોડો પાડ્યો હતો. જેમાં હાઇજિનના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું માલૂમ પડ્યું હતું.


