લંડનઃ સ્લાઉના ગુરુદ્વારાને હિસાબકિતાબ રજૂ કરવામાં વિલંબ માટે ચેરિટી કમિશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ગુરુદ્વારા પરિસરમાં કથિત રાજકીય પ્રવૃત્તિ માટે ગુરુદ્વારા સામે તપાસ શરૂ કરાઇ હતી. ગુરુદ્વારામાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરતાં બે બોર્ડ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચેરિટી કમિશન દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. ગુરુદ્વારા તરફથી 2017,2019,2021,2022 અને 2024માં એકાઉન્ટિંગ ડોક્યુમેન્ટ્સ વિલંબથી રજૂ કરાયા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

