હીટ પમ્પ માટેના એક મીટરના નિયમને નાબૂદ કરાયો

હવે ઇંગ્લેન્ડના લાખો મકાનોમાં સરળતાથી હીટ પમ્પ ઇન્સ્ટોલ કરી શકાશે

Tuesday 03rd June 2025 10:42 EDT
 
 

લંડનઃ પાડોશીની પ્રોપર્ટીથી એક મીટરના અંતર સુધી હીટ પમ્પ નહીં લગાવવાના નિયમને નાબૂદ કરી દેવાયો છે. સરકારે લો-કાર્બન ટેકનોલોજીને વેગ આપવા આ નિયમ નાબૂદ કર્યો છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને પરિવારોના બિલમાં ઘટાડો કરવા સરકારની વોર્મ હોમ યોજના અંતર્ગત આ બદલાવ કરાયો છે. આ બદલાવના કારણે ઇંગ્લેન્ડના લાખો મકાનોમાં હવે હીટ પમ્પ ઇન્સ્ટોલ કરી શકાશે.

જોકે ગ્રાહક સંગઠનોએ ચેતવણી આપી છે કે આ બદલાવના કારણે ભાડુઆતો અથવા તો લીઝ ધરાવતી પ્રોપર્ટીઓને કોઇ મદદ મળવાની નથી. તે ઉપરાંત હીટ પમ્પ ઇન્સોટલ કરવાનો ઊંચો ખર્ચ પણ તેમાં મોટો અવરોધ છે.

યુકેના મોટાભાગના મકાનોમાં હીટિંગ અને ગરમ પાણી માટે ગેસ બોઇલરોનો ઉપયોગ કરાય છે જેનો કાર્બન ઉત્સર્જનમાં 14 ટકા હિસ્સો રહેલો છે. તેના સ્થાને ઇલેક્ટ્રિક હીટ પમ્પના ઉપયોગથી કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાશે.

અત્યાર સુધી હીટ પમ્પના ઘોંઘાટના કારણે પાડોશીની પ્રોપર્ટીથી એક મીટરના અંતરમાં હીટ પમ્પ લગાવવાની મનાઇ હતી. જેના કારણે પ્લાનિંગ પરમિશન લેવામાં પણ મુશ્કેલી પડતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter