લંડનઃ યુકેમાં ગયા સપ્તાહમાં ગરમીએ નવા રેકોર્ડ બનાવતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. સોમવારે યુકેમાં મે મહિનાનું ઓલટાઇમ હાઇ ટેમ્પરેચર નોંધાયું હતું. લંડનના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 34.8 ડિગ્રીને સ્પર્શી ગયો હતો. હિથ્રો ખાતે 33.5 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું હતું. 24મેનો રવિવાર છેલ્લા 79 વર્ષનો મે મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. યુકેના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 32 ડિગ્રી સેન્ટીગ્રેડને વટાવી ગયો હતો. સાઉથ વેસ્ટ લંડનના ક્યુ ગાર્ડન વિસ્તારમાં તાપમાન 32.3 ડિગ્રી નોંધાયું હતું. વર્ષ 1947 પછી મે મહિનાનો આ સૌથી ગરમ રવિવાર રહ્યો હતો.


