લંડનઃ બ્રિટનના સૌથી મોટા હીથ્રો એરપોર્ટથી પ્રવાસ કરી રહેલા મુસાફરો આ સમરથી બાયોમેટ્રિક ટેક્નોલોજીની સહાયથી પાસપોર્ટ બતાવ્યા વિના પોતાની ફ્લાઈટનું ચેક-ઈન તેમજ બોર્ડિંગ કરી શકશે.
હીથ્રો એરપોર્ટ પર આ પ્રક્રિયા પાછળ થતો સમય ત્રીજા ભાગ જેટલો ઘટાડવાના હેતુસર ૫૦ મિલિયન પાઉન્ડના ખર્ચે ફેઈસ રેકગ્નિશન ટેક્નોલોજી અમલમાં મૂકાશે. ફ્લાઈટમાં બેસતા પહેલા મુસાફરોએ બોર્ડિંગ પાસ પણ બતાવવાની જરૂર પડશે નહીં. આ વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજીની બીજી ટ્રાયલ મે મહિનામાં થશે તેમ ગેટવિક દ્વારા જણાવાયું હતું.


