હીથ્રોના વિસ્તરણથી વિકાસમાં તેજીઃ ચાન્સેલર હિલી

Wednesday 21st October 2026 07:09 EDT
 

બેંગકોક,લંડનઃ બ્રિટિશ ચાન્સેલર જ્હોન હિલીએ જણાવ્યું છે કે હીથ્રો એરપોર્ટનાં વિસ્તરણથી વિકાસને ગતિ મળશે. પ્રાઈમ મિનિસ્ટર એન્ડી બર્નહામે નવા રનવેની યોજનાને સમર્થન આપવાનો ઈનકાર કર્યા પછી ચાન્સેલરે આ પ્રોજેક્ટને સમર્થન જાહેર કર્યું છે. બેંગકોકમાં IMFની વાર્ષિક બેઠક પછી ચાન્સેલરે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અર્થતંત્રને મજબૂત બનાવવાના સરકારના લક્ષ્યમાં બંધબેસતો છે. હીથ્રો પર ત્રીજો રનવે હંમેશાંથી વિકાસ માટેનો કેસ રહ્યો છે.

યુરોપમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ ખાતે વધારાનો રનવે ઉમેરવાની બાબતે બ્રિટિશ રાજકારણીઓમાં દાયકાઓથી વિભાજન સર્જ્યું છે. બર્નહામના પુરોગામી કેર સ્ટાર્મરની સરકારે 2025માં આ પ્રોજેક્ટ આગળ વધવો જોઈએ તેમ કહ્યું હતું. જોકે, બર્નહામે પ્રોજેક્ટને સપોર્ટ કરવાનું નકારી કહ્યું હતું કે આ નિર્ણય એરપોર્ટની નજીક રહેતા લોકો સંદર્ભે છે. ઘણા બિઝનેસીસ, એરલાઈન્સ અને ઈન્વેસ્ટરોએ એરપોર્ટના વિસ્તરણની હિમાયત કરી છે, પરંતુ સ્થાનિક લોકોએ વધુ વિમાનોના ઉડ્ડયનોથી થનારા ઘોંઘાટ સામે વિરોધ વ્યક્ત કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter