લંડનઃ મીડિયા એજન્સી હીયર એન્ડ નાઉ 365ને માન્ચેસ્ટર ખાતે આયોજિત 14મા એશિયન મીડિયા એવોર્ડ્સમાં મીડિયા એજન્સી ઓફ ધ યરનો પુરસ્કાર એનાયત કરાયો હતો. એજન્સીના સ્થાપક મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, 20 કરતાં વધુ વર્ષથી અમારો એકમાત્ર લક્ષ્યાંક બ્રાન્ડ્સ, જાહેર સંસ્થાઓ અને ઓર્ગેનાઇઝેશનોને બ્રિટનના વિવિધ સમુદાયો સાથે જોડવાનો રહ્યો છે. અમે શરૂઆત કરી ત્યારે એમ લાગતું હતું કે, વિવિધ સમુદાયના લોકોને પ્રતિબદ્ધ અને સાંસ્કૃતિક રીતે સજાગ કોમ્યુનિકેશનની જરૂર છે. આજે બ્રિટનની અગ્રણી બ્રાન્ડ્સ અને સંસ્થાનોના હૃદયમાં અમે સ્થાન પ્રાપ્ત કરી શક્યાં છીએ.


