લંડનઃ દેશમાં ચાલી રહેલા ફાર રાઇટ્સના રમખાણોના કારણે લંડનના મેયર સાદિક ખાન પણ પોતાને સુરક્ષિત માની રહ્યાં નથી. તેમણે જણાવ્યું હતું કે, હિંસાએ મારા બાળકોની પેઢીને ભયભીત કરી દીધી છે. મારી પેઢીના ઘણા લોકોની જેમ હું પણ ભય અનુભવી રહ્યો છું. જ્યારે તમને તમારા ધર્મ અથવા રંગના આધારે નિશાન બનાવવામાં આવે છે ત્યારે અનુભવાતી લાગણીઓને તમે વર્ણવી શક્તાં નથી કે તેમની માનસિકતા બદલી શક્તાં પણ નથી. મારા બાળકોએ અગાઉ આવું ક્યારેય જોયું નથી તેથી તેઓ ભયભીત છે. સાદિક ખાને જણાવ્યું હતું કે, ઓનલાઇન સેફ્ટી એક્ટનો હેતૂ બર આવી રહ્યો નથી. તેની સમીક્ષા થવી જ જોઇએ. સરકાર તેની ઝડપથી સમીક્ષા કરે.


