હું ઇચ્છું છું કે આગામી દાયકો આપણા માટે સારો હોયઃ સીમા મલ્હોત્રા

જો કન્ઝર્વેટિવ સરકાર હોવા છતાં હું આટલું સારું કામ કરી શક્તી હોઉં તો લેબરની સરકારમાં તેનાથી કેટલું વિશેષ કરી શકુઃ લેબર ઉમેદવાર

અનુષા સિંહ Tuesday 25th June 2024 11:31 EDT
 
 

ફેલ્થામ અને હેસ્ટનના લેબર સાંસદ અને હાલ શેડો મિનિસ્ટર ફોર સ્કીલ્સ એન્ડ ફર્ધર એજ્યુકેશન સીમા મલ્હોત્રાએ ગુજરાત સમાચાર સાથેને જણાવ્યું હતું કે, હું ઇચ્છું છું કે આગામી દાયકો આપણા માટે સારો હોય. લેબર પાર્ટી આપણા દેશના પુનઃનિર્માણ માટે તૈયાર છે. અમે સૌથી પહેલાં આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા, શાળાઓમાં 6500 નવા શિક્ષકો નિયુક્ત કરવા અને તમામ યુવાનોને કામનો અનુભવ આપવા અને એનએચએસમાં 40,000 વધારાની એપોઇન્ટમેન્ટ તથા નવી ટેકનોલોજીમાં મૂડીરોકાણ જેવાં પગલાં લઇશું. અમે નવું બોર્ડર સિક્યુરિટી કમાન્ડ, નવી જાહેર માલિકીની એનર્જી કંપનીની સ્થાપના અને સૌર તથા પવન ઉર્જાનો ઉપયોગ કરીશું અને યુકેના પરિવારો માટે 93 બિલિયન પાઉન્ડની બચત કરી આપીશું.

સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, મેં નોકરીયાત પરિવારો, નાના વ્યવસાયો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને સહાય કરવા તથા એનએચએસ માટે અથાક મહેનત કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં મેં અપરાધિક ગતિવિધિઓનો સામનો કરવા માટે પોલીસ અને કોમ્યુનિટી ગ્રુપો સાથે મળીને કામ કર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, આગામી દાયકો આપણા માટે સારો રહે. જો કન્ઝર્વેટિવ સરકાર હોવા છતાં હું આટલું સારું કામ કરી શક્તી હોઉં તો લેબરની સરકારમાં તેનાથી કેટલું વિશેષ કરી શકું. મારો ઉછેર મારા મત વિસ્તારમાં જ થયો છે. સ્થાનિક લોકોને ટેકો આપવા, સ્થાનિક સેવાઓ બચાવવા, ગ્રીન સ્પેસને સુરક્ષિત કરવા, કોમ્યુનિટી પ્રોજેક્ટ્સને ટેકો આપવાનો મને ગર્વ છે. વડાપ્રધાન રિશી સુનાક અને કન્ઝર્વેટિવ પાર્ટી નિષ્ફળ ગયાં છે. મતદારોના ટોરીઝ પરના વિશ્વાસનું પતન થયું છે.

મારા પિતા આજ વિસ્તારમાં નાની  દુકાન ચલાવતા હતા અને મારી માતા અમારી સ્થાનિક શાળાઓમાં ભણાવતી હતી. મારી પાસે અમારા વિસ્તાર માટે ઉભા રહેવાનો અને સ્થાનિક પરિવારો અને વ્યવસાયોને ટેકો આપવાનો ટ્રેક રેકોર્ડ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter