હું બધું જ કરી શકું નહિઃ સુનાક

Wednesday 30th March 2022 02:19 EDT
 

લંડનઃ યુકેમાં વધી રહેલી કોસ્ટ ઓફ લિવિંગ કટોકટી એટલે કે જીવનનિર્વાહ ખર્ચના સામના માટે મિનિ બજેટમાં ખાસ કશું કર્યું નથી તેવી જોરશોરથી ચાલી રહેલી ટીકાઓ સંદર્ભે ચાન્સેલર રિશિ સુનાકે સ્પષ્ટ કર્યું છે કે ‘હું બધું જ કરી શકું નહિ.’ તેમણે કહ્યું હતું કે વધતા એનર્જી બિલ માટે આ વર્ષે પાછળથી વધુ નાણાકીય સપોર્ટ જાહેર કરી શકાય પરંતુ, તેઓ દરેક સમસ્યા ઉકેલી શકે નહિ.

આગામી મહિને એનર્જી પ્રાઈસ મર્યાદા ઉઠાવી લેવાશે ત્યારે એનર્જી બિલ્સમાં 54 ટકા જેટલો વધારો થશે. સુનાકે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં પ્રાઈસ કેપની ફરી સમીક્ષા કરાશે ત્યારે પોતાના ઘરોને ગરમ રાખવામાં મુશ્કેલી અનુભવતા લોકોને મદદ કરવા તેઓ ફરી હસ્તક્ષેપ કરી શકે છે.

સુનાકે જણાવ્યું હતું કે તેઓ જાણે છે કે સમગ્ર દેશમાં ઘણા લોકોને વધતી જતી કિંમતોની સમસ્યા છે પરંતુ, તેઓ દરેકને મદદ કરી શકે તેમ નથી. હું ઈચ્છું કે હું દરેક સમસ્યા ઉકેલી શકું પરંતુ, કમનસીબે હું તેમ કરી શકતો નથી અને આ બાબતે મેં નિખાલસ રહેવા પ્રયાસ કર્યો છે.’ તેમણે કહ્યું હતું કે વૈશ્વિક દબાણોનો સામનો કરવામાં યુકે એકલું નથી. રશિયાથી આયાત એનર્જીનો મુદ્દો પણ તેમણે જણાવ્યો હતો. યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે પણ અસ્થિરતા સર્જાયેલી છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter