હું શરાબનું સેવન કરતો નથી, મને તેનો સ્વાદ પસંદ નથી – રિશિ સુનાક

હું શરાબનું સેવન કરતો નથી તેના કારણે મારી પત્ની ઘણીવાર ચીડાઇ જાય છે - સુનાક

Wednesday 10th August 2022 05:27 EDT
 

લંડન

રિશિ સુનાકે જણાવ્યું હતું કે, હું શરાબ સેવનનો વિરોધી છું પરંતુ મારો પરિવાર અને મારી પત્ની શરાબનું સેવન કરે છે. હું શરાબનું સેવન કરતો નથી તેના કારણે મારી પત્ની ઘણીવાર ચીડાઇ જાય છે. મેં મારા લગ્ન પહેલાં એકવાર શરાબ સેવનનો પ્રયાસ કર્યો હતો પરંતુ મને તેનો સ્વાદ પસંદ આવ્યો નહોતો. રિશી સુનાકે જણાવ્યું હતું કે, મને આઇકિયાને બદલે જ્હોન લૂઇસનું ફર્નિચર વધુ પસંદ છે. સુનાકે જણાવ્યું હતું કે, જો હું લિઝ ટ્રસને પછડાટ આપીને વડાપ્રધાન બનીશ તો ડાઉનિંગ સ્ટ્રીટ નંબર 10ની ઉપર આવેલા એપાર્ટમેન્ટમાં રહેવા જઇશ. ટોની બ્લેર આ નં.11 એપાર્ટમેન્ટમાં રહેતા હતા. આ એપાર્ટમેન્ટ રિશિ સુનાકની પસંદગી પ્રમાણે સજાવવામાં આવ્યો છે. સુનાક કહે છે કે વડાપ્રધાન બનીશ તો હું એજ એપાર્ટમેન્ટમાં રહેવા જઇશ જ્યાં અમે રહેતા હતા. અમે તેને સારી રીતે સજાવ્યો છે અને હું તેને બહુ પ્રેમ કરું છું. મને મારા ઘરમા જ્હોન લૂઇસનું ફર્નિચર ગમે છે. કોને જ્હોન લૂઇસ પ્રત્યે પ્રેમ નહીં હોય?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter