સામાન્ય રીતે આવા 'હુડી' પહેરેલા છોકરાઅોની ગણના 'તોફાની' તરીકે થાય છે. પરંતુ વેસ્ટ લંડનના હેમરસ્મીથની સેન્ટ પોલ્સ સ્કૂલના સંચાલકોએ પોતાના વિદ્યાર્થીઅોને શાળાએ જતા આવતા 'હુડેડ જેકેટ' પહેરવા સુચન કર્યું છે. આમ હવે આ ખાનગી શાળાના છોકરાઅો પણ સૌની નજરમાં કહેવાતા 'તોફાની' લાગશે એટલે તેને કોઇ કનડશે નહિં તેવી ધારણા છે.
વર્ષે £૨૨,૦૦૦ની ફી ધરાવતી આ ખાનગી શાળાના વિદ્યાર્થીઅો પર સ્થાનિક ટીનએજરો હુમલો કરી મારઝુડ અને પરેશાની કરે છે. આ અગાઉ શાળાએ છ માસ માટે તેનો પ્રયોગ કર્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઅોને મારઝુડ કરીને ચોરી કરવાના બનાવોમાં ઘટાડો થયો હતો.