હેનકોકને પ્રેમિકાને ચુંબન ભારે પડ્યુઃ કેબિનેટમાંથી રાજીનામું

Wednesday 30th June 2021 06:11 EDT
 
 

લંડનઃ લગ્નેતર સંબંધોમાં પ્રેમિકા જિના કોલાડેન્જેલોને કિસ કરતા કેમેરાની આંખે ઝડપાઈ ગયેલા હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકને આખરે રાજીનામું આપવાની ફરજ પડી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદને નવા હેલ્થ સેક્રેટરીની જવાબદારી સુપરત કરી છે. જિનાએ પણ હેલ્થ મિનિસ્ટ્રીના પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. હેનકોકે પોતાના રાજીનામાપત્રમાં લખ્યું છે કે, ‘આ મહામારીમાં સામાન્ય લોકોએ જે બલિદાનો આપ્યાં છે તેને જોતાં આપણે જો તેમની સાથે ખોટું કરીએ તો આપણી જવાબદારી રહે છે કે આપણે પ્રામાણિક રહીએ.’

પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકને કોરોના મહામારી વચ્ચે પોતાની ગર્લફ્રેન્ડ જિના કોલાડેન્જેલોને પોતાના કાર્યાલયમાં કિસ કરવાનું મોઘું પડ્યું છે. હેનકોકે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનો ભંગ કરી ઓફિસમાં જ પ્રેમિકા સહાયકને ચુંબન કરવા બદલ માફી માગ્યા અને વડા પ્રધાને તેને સ્વીકારી સમર્થન આપ્યાના ગણતરીના કલાકોમાં હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. એમ કહેવાય છે કે હેનકોકની વર્તણૂકે મિનિસ્ટરિયલ કોડનો ભંગ કર્યો છે કે કેમ તેની તપાસ વ્હાઈટહોલની પ્રોપ્રાઈટી એન્ડ એથિક્સ કમિટી દ્વારા કરાઈ રહી છે.

દેશમાં ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાના પગલે અમલમાં મૂકાયેલા માત્ર ઘરમાં જ એકબીજાના સંપર્કમાં આવવાની લોકડાઉનની માર્ગદર્શિકાનો ભંગ કરી હેનકોકે ગયા મહિને હેલ્થ મિનિસ્ટ્રીની ઓફિસમાં જ તેમની પ્રેમિકા જિના કોલાડેન્જેલોને કિસ કરી હતી. હેલ્થ સેક્રેટરી અને ત્રણ સંતાનોના પિતા હેનકોક ત્રણ સંતાનોની માતા કોલાડેન્જેલોને કીસ કરતા સીસીટીવી ફૂટેજમાં પકડાયા હતા. સન અખબાર દ્વારા ૬ મેનો આ ફોટોગ્રાફ પ્રકાશિત કરાતા જ ભારે હલચલ મચી ગઈ હતી. આ સંદર્ભે મેટ હેનકોકે કહ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં મેં કોરોનાના સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કર્યો હોવાનું સ્વીકારું છું અને તે બદલ હું માફી માગું છું. લોકોએ હેનકોકને દંભી ગણાવ્યા પછી તેમના પાંચ ગાઢ મિત્રોએ તેમને રાજીનામું આપવાની સલાહ આપી હતી. કોલાડેન્જેલો સાથે એફેર ચાલુ રાખી શકાય તે માટે તેને જાહેર પેરોલ પર મૂકવાના મુદ્દે હેનકોક સામે રાજીનામું આપ્યા પછી પણ પ્રશ્નો ઉભાં થયા છે.

હેનકોકની ઓફિસમાં સિક્રેટ કેમેરા મુદ્દે તપાસ

પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકને રાજીનામું આપવું પડ્યું તે કિસિંગ ઘટના તેમની ઓફિસમાં રહેલા સિક્રેટ કેમેરાથી બહાર આવી છે. સરકારે હેલ્થ ઓફિસમાંથી લીક થયેલા વીડિયોના પ્રકરણની તપાસ કરવાનું જાહેર કર્યું છે. હેનકોકની ઓફિસના સ્મોક એલાર્મમાં છૂપા કેમેરાની હાજરી અંગે બ્રિટનમાં વારંવાર તપાસની માગણી થઇ રહી છે અને વાયરલ થયેલા વીડિયો અને ફોટોએ સરકારની ચિંતા વધારી છે. કોઇ સરકારી ઇમારત કે સરકારી કચેરીમાં મહત્વના રૂમમાં આવી રીતે રેકોર્ડિંગ કેવી રીતે થઇ શકે તે બાબતે સરકારમાં મોટી ચિંતા પ્રવર્તી રહી છે. આ બાબતને સમજી તેનો સામનો કેવી રીતે કરી શકાય તે દિશામાં સરકાર અત્યારે કામગીરી કરી રહી છે. આ તસવીરો ધ સન અખબાર દ્વારા પ્રકાશિત કરાઈ હતી અને તેમને કોઇ સંબંધિત વ્હીસલ બ્લોઅર દ્વારા આ તસવીરો મળી હોવાનો અખબારમાં ઉલ્લેખ છે.

હેનકોકના ૧૫ વર્ષના લગ્નનો અંત?

ધ ટાઈમ્સના અહેવાલ મુજબ પોતાના લગ્નેતર સંબંધો જાહેર થઈ ગયા હોવાનું જાણ્યા પછી હેનકોકે ગુરુવારે સાંજે જ તેમની પત્નીને પોતે તેને છોડી રહ્યા હોવાનું જણાવ્યું હતું. કહેવાય છે કે હેનકોક અને જિના સાથે ઘર માંડવાનું આયોજન કરી રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે જિનાએ પણ પોતાના પતિ ઓલિવર સાથે છેડો ફાડી નાખ્યો છે અને હવે હેનકોક સાથે રહેવાનું નક્કી કર્યું છે. શુક્રવારે તે પોતાના ઘરથી સામાન કારમાં મૂકી રહી હોય તેવી તસવીરો પ્રસિદ્ધ થઈ હતી. હેનકોકના સંસદીય મતક્ષેત્ર વેસ્ટ સફોલ્કના પાર્ટી કાર્યકરોમાં  હેનકોક-માર્થાના સેપરેશનની ચર્ચા થઈ રહી હતી. પોતાના લગ્નને ‘સ્થિર અને આનંદિત’ હોવાનું માનતી માર્થા હેનકોકને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાની વર્ષો સુધી જાણ ન હતી. ઉલ્લેખનીય છે કે હેનકોકે પોતાના નિવેદનમાં તેમણે લોકોને નીચાજોણું કરાવ્યું છે તેમ કહ્યું હતું પરંતુ, પોતાની ૧૫ વર્ષની જીવનસાથી અને ત્રણ સંતાનોની માતા માર્થા હોયેર મિલરની કોઈ માફી માગી ન હતી અને પરિવારની પ્રાઈવેસીની ઈચ્છા દર્શાવી હતી.

જિના અને હેનકોકના ગાઢ સંબંધો

હેનકોક અને જિનાના સંબંધો હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ખુલ્લા રહસ્ય જેવા છે. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ ગાઢ મિત્રો છે. હેનકોકે ટોરી લીડરશિપ માટે નિષ્ફળ પ્રયાસ કર્યો ત્યારે ૨૦૧૯માં જિનાની સેવા લીધી હતી. યુકેમાં લોકડાઉન લદાયા પછી જિનાને છ મહિનાના અવેતન કોન્ટ્રાક્ટ સાથે કામ પર લેવાઈ હતી અને સપ્ટેમ્બર ૨૦૨૦માં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની કામગીરી સોંપાઈ હતી. કોલાડેન્જેલો અગાઉ હેલ્થ પીઆર ફર્મ મુરો એન્ડ ફોર્સ્ટરમાં સીનિયર એકાઉન્ટ મેનેજર હતી. તેના ૭૦ વર્ષીય ઈટાલિયન પિતા રિનો સ્પેશિયાલિસ્ટ ફાર્માસ્યુટિકલ કન્સલ્ટન્સીમાં ચીફ એક્ઝિક્યુટિવ છે.

જિનાએ ૫૪ વર્ષના મલ્ટિમિલિયોનેર તેમજ હાઈ સ્ટ્રીટ ફેશન અને લાઈફસ્ટાઈલ ચેઈન ઓલિવર બોનાસના સ્થાપક એન્ટ્રેપ્રીન્યોર ઓલિવર ટ્રેસ સાથે ૨૦૦૯માં લગ્ન કરેલાં છે. સાઉથ-વેસ્ટ લંડનમાં ૪ મિલિયન પાઉન્ડના છ બેડરુમ સાથેના એડવર્ડિયન ઘરમાં રહેતા આ દંપતી એક પુત્ર અને બે પુત્રી સાથે આદર્શ પારિવારિક જીવન જીવતા હોવાનું કહેવાય છે. જિનાએ પ્રથમ લગ્ન લંડનના પ્રોપર્ટી લોયર ગ્લીન જિબ સાથે કર્યા હતાં


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter