હેનરી નોવાકના હત્યારા વિક્રમ દિગ્વાની સજા વધારીને 25 વર્ષ કરાઇ

અગાઉ અદાલતે દિગ્વાને 21 વર્ષની સજા ફટકારી હતી

Tuesday 17th November 2026 09:38 EST
 
 

લંડનઃ હેનરી નોવાકની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપીની ન્યૂનતમ જેલની મુદત કોર્ટ ઓફ અપીલ દ્વારા વધારીને 25 વર્ષ કરવામાં આવી છે. વિક્રમ દિગ્વાએ 3 ડિસેમ્બર 2025ના રોજ સાઉધમ્પ્ટનના બેલમોન્ટ રોડ પર 18 વર્ષીય વિદ્યાર્થી હેનરી નોવાકની એક મોટા કટાર જેવા શસ્ત્ર વડે ઘાતકી હત્યા કરી હતી. આ કેસમાં તેને અગાઉ 21 વર્ષની ન્યૂનતમ સજા ફટકારવામાં આવી હતી.

એટોર્ની જનરલે આ સજાને અતિશય હળવી ગણાવીને કોર્ટ ઓફ અપીલમાં પડકારી હતી, જ્યારે બીજી તરફ આરોપી દિગ્વાએ પોતાની સજા વધારે પડતી સખત હોવાનો દાવો કરીને અપીલ કરી હતી.

લેડી ચીફ જસ્ટિસે મૂળ ચુકાદાને રદ કરતા જણાવ્યું હતું કે, અગાઉની સજા ગુનાની ગંભીરતાને યોગ્ય રીતે રજૂ કરતી નહોતી. કોર્ટે નોંધ્યું હતું કે શીખ પરંપરા મુજબ કિરપાણ રાખવાની કાનૂની છૂટ હોઈ શકે, પરંતુ તેનો આવો જીવલેણ ઉપયોગ ગુનાની ગંભીરતા ઘટાડતો નથી.

સમયગાળાની ગણતરી કર્યા બાદ દિગ્વાએ પેરોલ મેળવવા માટે પાત્ર બનતા પહેલા ઓછામાં ઓછા 24 વર્ષ અને 190 દિવસ જેલમાં વિતાવવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter