હેનરી નોવાકના હત્યારા વિક્રમ દિગ્વાને સજા સામે અપીલની પરવાનગી

નોવાકની હત્યા માટે દિગ્વાને 21 વર્ષ કેદની સજા થઇ છે

Tuesday 06th October 2026 10:42 EDT
 
 

લંડનઃ સાઉધમ્પ્ટનમાં વિદ્યાર્થી હેનરી નોવાકની હત્યાના ગુનામાં ઓછામાં ઓછી 21 વર્ષની જેલની સજા ભોગવી રહેલા 23 વર્ષીય વિક્રમ દિગ્વાને સજાના સમયગાળાને કોર્ટમાં પડકારવાની મંજૂરી આપવામાં આવી છે. ન્યાયાધીશે તેની સજા સામેની અપીલ સ્વીકારી હતી. આ અપીલ પર 5 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે એટર્ની જનરલ એલી રીવ્સ દ્વારા પણ આ સજા ખૂબ જ હળવી હોવાનું જણાવીને સજા વધારવા માટે કોર્ટ ઓફ અપીલમાં અરજી કરવામાં આવી છે જેની સુનાવણી પણ આ જ દિવસે થશે. દિગ્વાને ગત ડિસેમ્બર મહિનામાં 18 વર્ષીય નોવાકની છરીના ઘા મારીને હત્યા કરવા બદલ જૂન મહિનામાં સજા સંભળાવવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter