હેનિલ સોની બ્રિટિશ યૂથ ઇન્ટરનેશનલ કોલેજ એવોર્ડથી સન્માનિત

બ્રિટિશ ભારતીય સ્કૂલ બોયનું લક્ષ્ય રુબિક ક્યુબમાં વર્લ્ડ રેકોર્ડ

Tuesday 04th June 2024 13:22 EDT
 
 

લંડનઃ  વડાપ્રધાન રિશી સુનાકનું આદમ કદનું આર્ટવર્ક દોરનાર બ્રિટિશ ભારતીય સ્કૂલબોય તેના રુબિક ક્યુબ સોલ્ડિંગ સ્કીલ્સનો ઉપયોગ ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પ્રવેશ માટે કરવા પર મીટ માંડી રહ્યો છે. તે આ વર્ષના અંતમાં તેના માટે પ્રયત્ન કરશે. યુકે પાર્લામેન્ટના સંકુલમાં યોજાયેલી ઇવેન્ટમાં રુબિક ક્યુબમાં નિપુણતા બદલ 11 વર્ષના હેનિલ સોનીને બ્રિટિશ યુથ ઇન્ટરનેશનલ કોલેજ (બીવાયઆઇટીસી) એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. પ્રબળ બૌદ્ધિકતા માટે આ એવોર્ડ અપાય છે.
દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં એસેક્સમાં હાર્વિક ખાતે પ્રાઈમરી સ્કૂલના વિદ્યાર્થીએ તેના ક્યુબ સોલ્ડિંગને આગામી સ્તરે લઈ જવા બાબતે રોમાંચ વ્યક્ત કર્યો છે. સોનીએ જણાવ્યું હતું કે બ્રિટિશ પાર્લામેન્ટે બીવાયઆઈટીસી એવોર્ડ આપ્યો તે બદલ હું ખૂબ જ સન્માનિત થયાની લાગણી અનુભવું છું, આ એવોર્ડ મારી સિદ્ધિઓને આપવામાં આવેલું પ્લેટફોર્મ છે.
એકેડેમિક કેટેગરીમાં રુબિક હીરો જીતવો તે મારા માટે જબરદસ્ત સિદ્ધિ છે.
રુબિક ક્યુબને ઉકેલવાનું સોનીએ પાંચ વર્ષની વયથી જ શરૂ કરી દીધુ હતું અને તેની મદદથી તે ચિત્ર પણ બનાવતો હતો. સ્કૂલ બોયના કુટુંબે પછી તેની પ્રતિભાને વિકસાવી. ઓગસ્ટમાં તે ક્યુબિક સોલ્વિંગ ક્ષમતા દર્શાવવા માંગતો હતો અને તેણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહાકાય ક્યુબ મોસેઇક રચ્યું હતું.
સોનીએ ઉમેર્યું હતું કે હું ભારતમાં ચોથી ઓગસ્ટના રોજ ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડવા વિચારી રહ્યો છું. હું અહીં રુબિક ક્યુબને સોલ્વ કરવાની મારી ઝડપ દર્શાવીશ, એમ સોનીએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter