હેરોડ્સના મોહમ્મદ અલ ફયાદે 100થી વધુ મહિલા પર બળાત્કાર ગુજાર્યાના આરોપ

મેટ્રોપોલિટન પોલીસે ફયાદ સામેના આરોપોની નવેસરથી તપાસ શરૂ કરી

Tuesday 03rd December 2024 10:20 EST
 
 

લંડનઃ લંડનની મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું છે કે હેરોડ્સના પૂર્વ માલિક સ્વ. મોહમ્મદ અલ ફયાદ દ્વારા 100થી વધુ મહિલાઓ પર બળાત્કાર ગુજારાયો હતો. પોલીસે હવે આ આરોપોસર નવેસરથી તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં ફયાદના શોષણનો ભોગ બનેલી 90 મહિલાની ઓળખ થઇ ચૂકી છે અને 400થી વધુ મહિલા અને સાક્ષીઓએ સામે આવીને ફયાદ પર આરોપો મૂક્યાં છે. મોહમ્મદ અલ ફયાદનું ઓગસ્ટ 2023માં 94 વર્ષની વયે નિધન થયું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, સંખ્યાબંધ પીડિતો હવે સામે આવી રહી છે. અમે તપાસ માટે એક નવા યુનિટની રચના કરી છે. હવે ફયાદ સામેના કેસોની સંખ્યા 111 પર પહોંચી છે. 21 પીડિતાએ વર્ષ 2005 અને ફયાદના નિધનના સમયગાળા વચ્ચે અપરાધ આચરાયા હોવાનું જણાવ્યું છે. બીબીસીની દસ્તાવેજી ફિલ્મ જારી થયા બાદ 90 મહિલાઓ સામે આવી છે. જેમાંથી પોલીસે 60 પીડિતાઓની સંભવિત પીડિતા તરીકે ઓળખ પણ કરી લીધી છે.

મોહમ્મદ અલ ફયાદની આ અપરાધિક માયાજાળ 1977થી 2014 સુધી પ્રસરેલી છે. મેટ્રોપોલિટન પોલીસે પુરાવાના 50,000 પાનાની સમીક્ષા કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter