લંડનઃ હેરોની 10 વર્ષીય સ્કૂલ ગર્લ બોધાના સિવાનંદને ચેસ ગ્રાન્ડ માસ્ટરને પરાજિત કરીને બ્રિટિશ ચેસમાં ઇતિહાસ સર્જ્યો છે. લીવરપુલમાં 2025ના લાસ્ટ રાઉન્ડમાં બોધાનાએ 60 વર્ષીય ગ્રાન્ડ માસ્ટર પીટર વેલ્સને પરાજિત કર્યા હતા. આ સાથે બોધાનાએ સૌથી નાની વયે ઇન્ટરનેશનલ માસ્ટર બનવાના અમેરિકાની કેરિસા યિપના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો. તેણે આ ઇવેન્ટમાં 24 પોઇન્ટ સાથે 26મુ સ્થાન હાંસલ કર્યું હતું.
છેલ્લા એક વર્ષથી બોધાના ચેસની દુનિયામાં આગેકૂચ કરી રહી છે. તેણે અત્યાર સુધીમાં 3 કરતાં વધુ જુનિયર વર્લ્ડ ટાઇટલ પ્રાપ્ત કર્યાં છે. હવે તેણે વિમેન્સ ઇન્ટરનેશનલ માસ્ટરની સિદ્ધી હાંસલ કરી છે. જે ગ્રાન્ડ માસ્ટર બનવાની સીડીમાં મહત્વનું પગથિયું ગણાય છે.
ચેસના એક્સપર્ટ કોમેન્ટેટર ડેની ગોર્મલીએ જણાવ્યું હતું કે, આ ગેમ તે કેવી રીતે જીતી શકી. તે ખરેખર કોઇ જાદુગર લાગે છે. તેને સરળ અને હકારાત્મક ચાલ સાથે રમવું ગમે છે. તે ઘણી મજબૂત ખેલાડી છે.