લંડનઃ હેરોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને પ્રચંડ વિજય પ્રાપ્ત થયો છે. હેરો કાઉન્સિલ ચૂંટણીના પરિણામ અનુસાર કુલ 55 બેઠકમાંથી 42 બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટીએ કબજો જમાવ્યો હતો જ્યારે લેબર પાર્ટી ફક્ત 12 બેઠક પર સમેટાઇ ગઇ હતી. રિફોર્મ યુકેને 11 ટકા જ્યારે ગ્રીન પાર્ટીને 10 ટકા મત પ્રાપ્ત થયાં હતાં.

