હેરોમાં હાથમાંથી કિંમતી વસ્તુઓ છીનવી લેવાની ઘટનાઓમાં ધરખમ વધારો

જાહેર સ્થળોએ સાવચેતી રાખવા હેરો પોલીસની અપીલ

Tuesday 26th March 2024 10:20 EDT
 

લંડનઃ પેડલ અને ઇલેક્ટ્રિક બાઇક પર આવીને ચોરી કરવાની ઘટનાઓમાં વધારો થતાં હેરોના રહેવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરાઇ છે. હેરો પોલીસના જણાવ્યા અનુસાર ચોરો દ્વારા હાથમાંથી મોબાઇલ ફોન, નાણા અને અન્ય કિંમતી વસ્તુઓ આંચકી લેવાની ઘટનાઓમાં છેલ્લા એક સપ્તાહમાં મોટો વધારો નોંધાયો છે. સૌથી વધુ ઘટનાઓ હેરો ટાઉન સેન્ટર અને હેરો બસ સ્ટેશનની આસપાસ નોંધાઇ હતી.

પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, પેડલ બાઇક, ઇ-બાઇક અને સ્કૂટર પર આવતા ચોરો દ્વારા લૂટની ઘણી ઘટનાઓ બની છે. હેરોના રહેવાસીઓને તેમની આસપાસ થતી પ્રવૃત્તિઓ અંગે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવે છે. તેમણે જાહેર સ્થળો ખાતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી વખતે અને અન્ય કિંમતી વસ્તુઓ સાચવવા ધ્યાન રાખવાની જરૂર છે.

પોલીસે જણાવ્યું હતું કે, જો તમારી સાથે આ પ્રકારની કોઇ ઘટના બને તો પોતાની જાતેને જોખમમાં ન મૂકતાં પોલીસને જાણ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter