હેરોમાં હિંસક હુમલો કરી 10,000 પાઉન્ડના સોનાના દાગીનાની લૂટ

Tuesday 21st July 2026 10:32 EDT
 

લંડનઃ હેરો વિસ્તારમાં રવિવાર 12 જુલાઇના રોજ સાંજના 6.30 કલાકની આસપાસ એક વ્યક્તિ પર હિંસક હુમલો કરી, તેમને બેભાન કરીને આશરે 10 હજાર પાઉન્ડની કિંમતના સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. પીડિત વ્યક્તિ હેરો-ઓન-ધ-હિલ અને સડબરી હિલ વચ્ચે આવેલી સિગ્નેટ હોસ્પિટલ નજીકથી પોતાના કામ પર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા પીડિતને સારવાર અર્થે નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે આ ઘટનાના કોઈ પ્રત્યક્ષદર્શી અથવા સંબંધિત માહિતી ધરાવતી વ્યક્તિને સંપર્ક કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા દિવસો પહેલા સ્ટેનમોરમાં પણ એક મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લેવાની આવી જ એક ઘટના બની હતી, જે અંગે પણ પોલીસ અલગથી તપાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter