લંડનઃ સ્ટેશન રોડ પર સ્થિત પૂર્વ હેરો સિવિક સેન્ટરના કાર પાર્કિંગમાં હોળીની ઉજવણી દરમિયાન જૂથ અથડામણો થઇ હતી. 3 માર્ચની રાત્રે મોટી સંખ્યામાં લોકો આ અથડામણોમાં સામેલ થયાં હતાં. પોલીસે આ મામલામાં 14 વર્ષના એક કિશોરની ધરપકડ કરી હતી.
નજરે જોનાર એક વ્યક્તિના જણાવ્યા અનુસાર હોળીની ઉજવણી ચાલી રહી હતી ત્યારે એક ગ્રુપ ત્યાં પહોંચ્યું હતું અને ઉજવણીમાં અવરોધ સર્જ્યો હતો. જેના પગલે મારામારીની નોબત આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચતા તોફાનીઓ નાસી છૂટ્યા હતા. અથડામણમાં કોઇને ઇજા થઇ હોવાનું સામે આવ્યું નથી.


