હેલ્થકેર વર્કર પર વંશીય હુમલો કરનાર વૃદ્ધ દંપતીને આઠ અઠવાડિયાની જેલ

Tuesday 21st April 2026 12:36 EDT
 

યોર્કશાયર: હેલિફેક્સના મેનર હીથ પાર્કમાં એક હેલ્થકેર વર્કર પર વંશીય ટિપ્પણી અને શારીરિક હુમલો કરવા બદલ કોર્ટે એક વૃદ્ધ દંપતીને આઠ અઠવાડિયાની જેલની સજા ફટકારી છે. 72 વર્ષીય આરોપી ફિઓના બેયરસ્ટો અને 77 વર્ષીય માઈકલ બેયરસ્ટો દ્વારા કરવામાં આવેલા આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગયા ઓગસ્ટ મહિનામાં એપલ મૂરહાઉસ નામની મહિલા તેના બાળકો સાથે પાર્કમાં હતી. આ દરમિયાન દંપતીના કૂતરાએ બાળકો પર ભસવાનું શરૂ કરતા મૂરહાઉસે કૂતરાને પટ્ટાથી બાંધવા કહ્યું હતું. આ સામાન્ય સૂચનાથી ઉશ્કેરાઈને દંપતીએ હિંસક વર્તન શરૂ કર્યું હતું. માઈકલ બેયરસ્ટોએ મહિલાને અપમાનિત કરતાં જણાવ્યુ હતું કે, તારી ડિંગીમાં પાછી જતી રહે. ફિઓના બેયરસ્ટોએ પીડિત મહિલાના વાળ ખેંચ્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter