લંડનઃ હિન્દુજા ગ્રુપ અને કિંગ્સ કોલેજ લંડને યુકે અને ભારતમાં સારી હેલ્થકેર સુવિધાઓ માટે નવી ભાગીદારીની જાહેરાત કરી છે. આ કરાર અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ટ્રેનિંગ, રિસર્ચ અને કેપેસિટી બિલ્ડિંગની સુવિધાઓ ઊભી કરાશે.
આ નવી ભાગીદારીમાં કિંગ્સ કોલેજ લંડન, ગાય્સ એન્ડ સેન્ટ થઓમસ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ, હિન્દુજા ફાઉન્ડેશન યુકે અને મુંબઇ સ્થિત પી.ડી.હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર સાથે મળીને કામ કરશે.
આ અંતર્ગત નલી હિન્દુજા-કિંગ્સ હેલ્થ પાર્ટનર્સ એકેડેમી શરૂ કરાશે જેનો લક્ષ્યાંક વિશ્વમાં રહેલા હેલ્થકેર પડકારોનો ઉકેલ લાવવા માટે નવી ટેકનોલોજી વિકસાવવાનો છે. આ ભાગીદારીના કારણે ભારત અને યુકે વચ્ચેના સંબંધો પણ વધુ મજબૂત બનશે. આ ભાગીદારી દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં નવી રિસર્ચ ક્ષમતા ઊભી કરી શકાશે.


