હૈદરાબાદની તેજસ્વિનીના હત્યારા બ્રાઝિલિયનને મેન્ટલ હોસ્પિટલમાં મોકલાયો

હુમલા સમયે આરોપની માનસિક સ્થિતિ સારી ન હોવાનું અદાલતનું તારણ

Tuesday 04th June 2024 13:08 EDT
 
 

લંડનઃ ગયા વર્ષે 13 જૂનના રોજ મૂળ હૈદરાબાદની કોન્થમ તેજસ્વિનીની હત્યા કરનાર 24 વર્ષીય બ્રાઝિલિયન કેવિન લૌરેન્કો દ મોરલ્સને અદાલતે મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. 6 મહિના અદાલતી સુનાવણી બાદ કેવિનને તેજસ્વિનીની હત્યા અને તેની રૂમમેટ અખિલા જનાગમાની હત્યાના પ્રયાસ માટે દોષી ઠેરવાયો હતો.

ઇસ્લેવર્થ ક્રાઉન કોર્ટના જજ માઈટિન એડમન્ડ્સે કેવિનને મેન્ટલ હેલ્થ એક્સ સેક્શન 37-41 અંતર્ગત હોસ્પિટલ એન્ડ રિસ્ટ્રિક્શન ઓર્ડર આપતાં જણાવ્યું હતું કે, મહિલાઓ પર હુમલા વખતે આરોપીની માનસિક સ્થિતિ સારી નહોતી. કેવિનને બેકનહામ સ્થિત બેકનહામ રોયલ હોસ્પિટલમાં સજાના ભાગરૂપે મોકલી અપાયો હતો.

તેજસ્વિની ગ્રીનવિચ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે 2020માં સ્ટુડન્ટ વિઝા પર હૈદરાબાદથી લંડન આવી હતી. ત્યારબાદ તે વેમ્બલીમાં ટીમ લીડર તરીકે નોકરી કરતી હતી. કેવિન ભૂતકાળમાં પણ માનસિક બીમારીથી પીડાતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter