લંડનઃ કેશનો ઉપયોગ ઘટી રહ્યો છે ત્યારે તેમને મળતું ડોનેશન વધારવા ઓક્સફર્ડ યુનિવર્સિટીએ હાથ ધરેલા પ્રયાસમાં હોમલેસ લોકો તેમના ગળા ફરતે બારકોડ પહેરી રહ્યા છે.
ગ્રેટર ચેન્જ તરીકે જાણીતા આ પ્રોજેક્ટમાં હોમલેસ લોકોને ઓનલાઈન ટિકિટ માટે અપાય છે તેવો QR કોડ અપાય છે. તેમની પાસેથી પસાર થતા રાહદારી તેમને પૈસા આપવા માગતા હોય પરંતુ, તેમની પાસે છૂટ્ટા ન હોય તો તેઓ તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે.

