લંડનઃ શિયાળાની રાત્રિઓમાં હોમલેસને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે નવા વિચારની શરૂઆત પછી દેશભરના સેવાભાવી ગ્રૂપ તેનો અમલ કરી રહ્યા છે. વૃક્ષો પર ગરમ પાણીની બેગ્સ લટકાવવાના વિચારનો દેશભરના સેવાભાવી ગ્રૂપ અમલ કરી રહ્યા છે. બેગમાંનું પાણી ખલાસ થઈ જાય તો ફરીથી તે બેગમાં પાણી ભરી આપે તેવી શોપ્સ અને બિઝનેસીસની યાદી સૂચવતી ચિઠ્ઠી પણ મૂકવામાં આવે છે. આ પ્રવૃત્તિ માટે ડોનેશન એકત્ર કરવા માટે બિઝનેસીસને પણ કાર્ય સોંપાય તેવું બની શકે.
આ અભિયાનનું નામ હોટ વોટર બોટલ નેટવર્ક રખાયું છે. તેની શરૂઆત બ્રાઈટનમાં કરાઈ હતી. પરંતુ, માન્ચેસ્ટર, બ્રિસ્ટોલ, બાથ અને કાર્ડિફમાં તેવા જ ગ્રૂપ કાર્યરત થયા છે.


